સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકર્તાઓની પોલીસે કરી અટકાયત
ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં આ પહેલા 10 થી 50 વર્ષ ઉંમરની મહિલાઓન મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરના સંચાલકનું કહેવું છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ પોતાની વ્યક્તિગત શુદ્ધતા જાળવી નથી શકતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયને મંગળવારે સ્પષ્ટ કરી દીધું કે, સબરીમાલા મંદિર મુદ્દે કોઈને કાયદો પોતાના હાથમાં લેવાની પરવાનગી આપવામા આવશે નહી. સરકાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરાવવા માટે બધી જ વ્યવસ્થા કરશે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને પડકારવા માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈ જ સમીક્ષા અરજી કરશે નહી. વિજયને કહ્યું કે, તેમની સરકાર કોર્ટને જણાવી ચૂકી છે કે, તેમના આદેશનો ગમે તેવી પરિસ્થિતિમાં પાલન કરવામા આવશે.
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મહિલાઓની એન્ટ્રીના પક્ષમાં કહ્યું, સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે, પરંતુ આજે પરંપરાની વાત કરવામાં આવી રહી છે. આ રીતે તો ત્રણ તલાક પણ એક પરંપરા છે. જ્યારે તેને ખત્મ કરવામાં આવી ત્યારે લોકો તેની પ્રશંસા કરી રહ્યા હતા અને આજે તેઓ હિંદૂ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓના પ્રવેશને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓ પ્રવેશ ન કરે તેના માટે સ્થાનિક મહિલાઓ પણ રસ્તાઓ પર ઉતરી છે. ભાજપની મહિલા નેતાઓનું કહેવું છે કે સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થાની જવાબદારી સરકારની છે. કેરળની LDF સરકાર નાસ્તિક છે એટલે કેરળના હિંદુઓની ભાવનાઓનું સમ્માન નથી કરી રહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -