સચિન પાયલોટે સાડા ચાર વર્ષ પછી સાફો પહેર્યો, જાણો સચિને સાફો નહીં પહેરવા શું કરી હતી પ્રતિજ્ઞા?
લોકસભાની 2014ની ચૂંટણીમાં સચિન પાયલોટ દૌસા બેઠક પરથી હારી ગયા હતા. એ વખતે સચિન પાયલોટે સોગંદ ખાધા હતા કે જ્યાં લગી ચૂંટણીમાં ફરી નહીં જીતું અને રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા નહીં અપાવું ત્યાં લગી સાફો નહીં પહેરું. કોંગ્રેસ જીતતાં સચિન પાયલોટની આ કસમ પૂરી થઈ અને તેમણે સાફો પહેરીને શપથવિધી કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ભારે રસાકસી જામી હતી. ગહેલોત અને સચિન પાયલટ બંને વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આ મામલે નિર્ણય કરવા દિવસો સુધી બેઠકોનો ધમધામટ રહ્યો હતો.
આખરે ભારે ચર્ચા વિચારણા બાદ 14 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગહેલોતને મુખ્યમંત્રી અને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ સમારોહમાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ પણ હાજર હતાં.
જયપુરઃ રાજસ્થાનમાં સોમવારે મુખ્યમંત્રીપદે અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રીપદે સચિન પાયલોટની શપથવિધી થઈ. આ શપથવિધીમાં પાયલોટ રાજસ્થાની સ્ટાઈલનો સાફો પહેરીને આવ્યા હતા. પાયલોટના સમર્થકોએ તેમને સાફો પહેરીને જોયા પછી હર્ષનાદથી વધાવી લીધા હતા કેમ કે સચિને સાડા ચાર વર્ષ પછી સાફો પહેર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -