MP બનશે સાધુ-સંતોનો ચૂંટણી અખાડો, ‘કમ્પ્યૂટર બાબા’ સહિત આ બાબાઓ ઈચ્છે છે BJPની ટિકિટ, જાણો વિગત
સંત મદન મોહન ખડેશ્વરી મહારાજે જણાવ્યું કે, સિવની જિલ્લાના કેવલારી વિધાનસભા સીટથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છું છું. મારી જીત નક્કી છે, જો બીજેપી ટિકિટ નહીં આપે તો હું અપક્ષ તરીકે લડીશ. હું છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રના લોકો માટે કામ કરી રહ્યો છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉજ્જૈન નિવાસી અવધેશપુરીએ દાવો કર્યો કે, મારો વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ પરિવાર સાથે નજીકનો સંબંધ રહ્યો છે. હું ટિકિટ માટે ભાજપ પર દબાણ નહીં કરું. મારા અનુયાયીઓ હું ચૂંટણી લડું તેમ ઈચ્છે છે. બીજેપીની ટિકિટ ન મળવા પર હું અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયાર છું.
પોતાના અનુયાયીઓમાં કમ્પ્યૂટર બાબાના નામથી જાણીતા સ્વામી નામદેવ ત્યાગીએ જણાવ્યું કે, હું ચૂંટણી લડવા માટે ઈચ્છુક છું. હું બીજેપી પર ટિકિટ માટે દબાણ નહીં બનાવું. જો મુખ્યમંત્રી મને વિધાનસભા ચૂંટણી લડવાનું કહેશે તો હું તૈયાર છું. બાબાના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ઈન્દોરથી ચૂંટણી લડવાની કોશિશ કર રહ્યા છે.
ઈન્દોરઃ મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં હવે સાધુ-સંતો પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાનના નેતૃત્વવાળી બીજેપી સરકારે ચાલુ વર્ષે એપ્રિલમાં પાંચ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. હવે રાજકિય અખાડામાં અન્ય સાધુ-સંતોની પણ એન્ટ્રી થઈ રહી છે.
રાયસેન જિલ્લાના સંત રવિનાથ મહીવાલે પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું, હું નર્મદાને બચાવવા માટે ચૂંટણી લડીશ. બીજેપી જો ટિકિટ નહીં આપે તો કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવા તૈયાર છું. બાબા મહેન્દ્ર પ્રતાપ ગિરી રાયસેને સિલવાની વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે. પ્રતાપ ગિરિએ જણાવ્યું કે, બીજેપી પાસે ટિકિટ માંગીશ, ન મળવા પર અપક્ષ લડીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -