સંતોએ સરકારને આપી ચેતવણી કહ્યું, 2019ની ચૂંટણી પહેલા જો રામમંદિરનું નિર્માણ નહીં થાય તો ભાજપ હારશે
તાજેતરમાં જ સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું હતું કે રામ મંદિર તોડાયું હતું. દરેકે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. રામ આપણી આસ્થાનું પ્રતીક છે. દરેક મંદિર ઇચ્છે છે. એકવાર મંદિર બની જશે તો પરસ્પર વિવાદ પણ ખતમ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહંત નૃત્ય ગોપાલ દાસના નેતૃત્વમાં સંતોનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધિત મેમોમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ તેમની સરકારને કહે કે હવે કાયદો બનાવીને રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનો માર્ગ મોકળો કરે. આજની પરિસ્થિતિમાં આ જ સમાધાન યોગ્ય છે.
નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી શરૂ થાય તે પહેલા સંતોએ કેન્દ્રની NDA સરકારને ચેતવણી આપી છે. દિલ્હીમાં સંતોની હાઈપાવર કમિટીની બેઠકમાં સંતોએ ચેતવણી આપતા કહ્યું, 2019ની લોકસભા ચૂંટણી પહેલા જો રામમંદિરનું નિર્માણ નહીં થાય તો ભાજપ ચૂંટણી હારી શકે છે. સંતોએ ધમકી આપી છે કે જો સરકાર ડેડલાઈન નહીં આપે તો આંદોલન અને વિદ્રોહ જ એકમાત્ર વિકલ્પ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -