ખાંડ, મીઠાંની અછતની અફવાથી અફરાતફરીનો માહોલ, અનેક રાજ્યમાં મીઠું ખરીદવા લોકોની પડાપડી
ગુજરાતની વાત કરીએ તો મોડી રાત્રે મીઠા અને ખાંડનો પુરવઠો પૂરો થઇ ગયો હોવાની અફવાથી રાતોરાત તેના ભાવમાં 10 ગણો વધારો થઇ ગયો હતો. ખાંડના એક કિલોના ભાવ રૂ. 400 અને મીઠું 300 રૂ. કિલો થઇ ગયું હતું. ત્યારે ઇસનપુર, રાયપુર, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા, જીવરાજપાર્ક વિસ્તારની કરિયાણાની દુકાનો પર ખાંડ અને મીઠું લેવા લોકોની ભારે પડાપડી જોવા મળી હતી. જો કે, અમુક સ્થળોએ મીઠું 40 રૂ. કિલો વેચાયું હતું પરંતુ લોકોએ અહીં પણ પડાપડી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બજારમાં 500 અને 1000ની નોટ બંધ થવાની સાથે નવી નોટો મેળવા માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશના વિવિધ વિસ્તારમાંથી મીઠું ખતમ થઈ જવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે દિલ્લી,યુપી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકો મીઠુ ખતમ થઈ ગયું છે. તેવી અફવા ફેલાતા લોકો 100 થી લઈને 400 રૂપિયા સુધી મીઠુ ખરીદવમાં લાગી ગયા હતા. આ અફવાના કારણે વિવિધ વિસ્તારોમાં અફરાતફરીનો મોહોલ સર્જાયો હતો. તો જયારે આ અંગે કેંદ્રીય ઉપભોક્તા મંત્રાલયને પુછવામા આવ્યું તો તેમણે જણાવ્યુ કે દેશમાં મીઠાના કોઈ જ કમી નથી. અને તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
લોકો ગભરાટમાં આવી ગયા છે અને ગમે તે વાચને સત્ય માની વર્તી રહ્યા છે. ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઇ છે. એક એવી ચર્ચા પણ શરૂ થઇ હતી કે દુકાનદારોએ છૂટ્ટા ચલણી નાણાં ભેગા કરવા જાણીબૂઝીને અફવા ફેલાવી રહ્યા છે.
દિલ્હીથી ઉડતી ઉડતી એવી ખબર આવવાની શરૂ થઇ કે ખાંડ અને મીઠાનો પુરવઠો ખૂટી પડ્યો છે અને ભાવ ભડકે બળી રહ્યા છે. તેનો પડઘો અમદાવાદમાં પણ ઠેરઠેર પડ્યો હતો અને લોકોને જેમ જેમ જાણ થઈ તેમ તેમ તેઓ નજીકની કરિયાણાની દુકાનોમાં પર મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને મીઠું અને ખાંડ લેવા રીતસરની પડાપડી કરી હતી.
જ્યારે કે મણીનગર, રાયપુરમાં 25 રૂ. કિલોના બદલે 40 રૂ. કિલોના ભાવે મીઠું વેચવામાં આવ્યું હતું. જોતજોતામાં આગની જેમ આ અફવા આખાય શહેરમાં ફેલાઇ ગઇ હતી અને હડકંપ મચી ગયો હતો. હાલમાં જ સરકારે ચલણી નોટો પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ શરૂ થયેલી આવી અફવાહો વધુ ભયનો માહોલ ઊભો કરી રહી છે.
તકનો લાભ લઇ વેપારીઓને મનફાવે તેવા ભાવ વસૂલ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી. જુહાપુરામાં એક કિલો મીઠું 300 રૂ. કિલો વેચાયું હતું એવી જ રીતે દાણીલીમડા અને જમાલપુરમાં પણ 10 ગણા ભાવ લેવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -