અમિત શાહે લતા મંગેશકર સાથે કરી મુલાકાત, મિશન 2019 માટે માંગ્યું સમર્થન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2018 10:34 PM (IST)
1
અમિત શાહે લતા મંગેશકર સાથે કરી મુલાકાત, મિશન 2019 માટે માંગ્યું સમર્થન
2
જણાવી દઈએ કે મોદી સરકારે ચાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘સંપર્ક સે સમર્થન’ અભિયાન શરૂ કર્યું છે. જેના હેઠળ દેશની જાણીતી હસ્તિઓની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહે સેનાના પૂર્વ પ્રમુખ દલબીર સિંહ સુહાગ સાથે પણ મુલાકાત કરી હતી. અને 2019 માટે ભાજપ અને મોદી સરકાર માટે સમર્થન માંગ્યું હતું.
3
આ પહેલા અમિત શાહે બોલીવૂડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેઓ મુંબઈમાં ઉપનગર જુહૂ સ્થિત માધુરીના ઘરે તેમને મળ્યા હતા. અમિત શાહ સાથે મહારાષ્ટ્રના સીએમ સિવાય ભાજપના અન્ય નેતાઓ પણ સાથે હતા.