સેમસંગે લૉન્ચ કર્યો ત્રણ રિયર કેમેરા વાળો સૌથી દમદાર ફોન, જાણો શું છે કિંમત અને ફિચર્સ
ફોટોગ્રાફી માટે Galaxy A7 ખાસ છે. આમાં રિયરમાં ટ્રિપલ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. આમાં એક સેન્સર 24 મેગાપિક્સલનું, બીજુ સેન્સર 8 મેગાપિક્સલનુ અને ત્રીજા સેન્સરની ડેપ્થ 5 મેગાપિક્સલની છે. આમાં 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરામાં લાઇવ ફોકસ અને પ્રૉ લાઇટિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં નથી આવ્યુ, કેમકે આને પાવર બટનની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
Galaxy A7ના ફિચર્સઃ--- આ ફોનમાં 6 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર ડિસ્પ્લે આપવામાં આવી છે. આનું પ્રૉસેસર Exynos 7885 ઓક્ટાકોર છે. ફોન Android 8.0 Oreo ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, સેમસંગ ઓનલાઇન સ્ટૉર અને સેમસંગ ઓપરા હાઉસ પરથી 27-28 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. બાદમાં આને ઓફલાઇન રિટેલ સ્ટૉર્સમાં પણ અવેલેબલ કરાવાશે.
Galaxy A7ની શરૂઆતી કિંમત 23,990 છે. આના બે વેરિએન્ટ છે. 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી, બીજા વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ વેરિએન્ટની કિંમત 28,990 રૂપિયા છે.
નવી દિલ્હીઃ સાઉથ કૉરિયન ટેકનોલૉજી દિગ્ગજ સેમસંગે ભારતમાં Galaxy A7ને લૉન્ચ કરી દીધો છે. આ કંપનીનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે.