સંજય નિરુપમે આપ્યો અંબાણીની માનહાનિની નોટિસનો જવાબ, જાણો શું કહ્યું
રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
આ નોટિસનો જવાબ આપતા નિરુપમે કહ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની કિંમત 5,572 કરોડ રૂપિયા છે તેને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 18,800 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ શું છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન કંપની પહેલાથી જ દેવામાં ફસાયેલી છે.
નિરુપમે કહ્યું કે તેમને આશંકા છે કે ભવિષ્યમાં આ ઋણનો બોજ વીજળીના ભાવ વધારા રૂપે મુંબઈની જનતા પર નાંખવામાં આવી શકે છે. નિરુપમે કહ્યું કે, રાફેલ સોદાનો ઓર્ડર રિલાયન્સ ડિફેન્સને મળ્યો છે. વિમાનની કિંમત વાસ્તવિક કિંમતથી અનેકગણી વધારે હોવાનો આરોપ છે.
મુંબઈઃ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે જંગ રોચક થઈ રહ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા નિરુપમને મોકલવામાં આવેલી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસના જવાબમાં તેણે અનિલ અંબાણીને પત્ર લખ્યો છે. પત્રમાં નિરૂપમે પડકાર ફેંક્યો છે કે જો તેમના આરોપ ખોટા હોય તો રિલાયન્સ ગ્રુપ અદાણી સાથે થયેલા કરારને પારદર્શક રીતે જનતા સમક્ષ જાહેર કરે.