BJP સાંસદે સપના ચૌધરીને કહી 'ઠુમકા વાળી' તો સપનાએ આપ્યો આવો જડબાતોડ જવાબ
બીજેપી સાંસદે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જે ઠુમકા લગાવવા વાળા છે તેઓ ઠુમકા લગાવશે, તે તેમને જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે પછી ચૂંટણી જીતવી છે.
ખરેખર, જેવા સમાચારો આવ્યા કે સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે કે પછી તેના માટે પ્રચાર કરી શકે છે. ત્યારે હરિયાણાના કરનાલના સાંસદ અશ્વની કુમાર ચોપડાએ એક નિવેદન આપ્યું, જેના પર ધમાસાન મચી ગયો હતો.
સપનાનું કહેવું છે કે, તમે જે કહો છો તેમાં તમારું માઇન્ડસેટ દેખાય છે. હું એક કલાકાર છું અને મારું ધ્યાન મારા કામ પર છે. તે એક સીનિયર વ્યક્તિ છે.
નવી દિલ્હીઃ પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજકાલ રાજકીય સમાચારોના કારણે ચર્ચામાં રહે છે. એવી અટકલો લગાવવામાં આવી રહી છે કે સપના આગામી દિવસોમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે. જેના પર બીજેપી સાંસદ તરફથી આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવી હતી. હવે સપનાએ આ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો છે.