✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોર્ટમાંથી રામપાલને મળી મોટી રાહત, 2 કેસોમાં નિર્દોષ જાહેર, હત્યા અને દેશદ્રોહનો કેસ રહેશે ચાલુ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2017 10:34 AM (IST)
કોર્ટમાંથી રામપાલને મળી મોટી રાહત, 2 કેસોમાં નિર્દોષ જાહેર, હત્યા અને દેશદ્રોહનો કેસ રહેશે ચાલુ
1

સંત રામપાલનો જન્મ હરિયાણાના સોનીપતના ગોહાના જિલ્લાના ધનાના ગામમાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી રામપાલને હરિયાણા સરકારના સિંચાઈ વિબાગમાં જૂનિયર એન્જિનિયર તરીકે નોકરી મળી ગઈ હતી. તે દરમિયાન તેમની મુલાકાત સ્વામી રામદેવાનંદ મહારાજ સાથે થઈ હતી. રામપાલ તેમના શિષ્ય બની ગયા અને કબીન પંથમાં માનવા લાગ્યા હતા.

2

નોંધનીય છે કે, કબીર પંથી વિચારધારાના સમર્થક સંત રામપાલ દાસ દેશદ્રોહના એક કેસમાં હાલ હિસાર જેલમાં બંધ છે. હિસારના બરવાલામાં ત્રણ વર્ષ પહેલાં થયેલા વિવાદ પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2006માં રામપાલ પર હત્યાનો પણ કેસ નોંધાયેલો છે. રામપાલ સ્વામી રામદેવાનંદ મહારાજના શિષ્ય છે.

3

જાણકારી અનુસાર, સંત રામપાલ પર એફઆઈઆર નંબર 426માં સરકારી કાર્યમાં અડચણ અને 427માં આશ્રમમાં જબરદસ્તી લોકોને બંધક બનાવવાનો કેસ નોંધાયેલ છે. આ બન્ને મામલે સંત રામપાલ ઉપરાંત પ્રીતમ સિંહ, રાજેન્દ્ર, રામફલ, વિરેન્દ્ર, પુરષોત્તમ, બલજીત, રાજકપૂર ઢાકા, રાજકપૂર અને રાજેન્દ્રને આરોપી બનાવવામાં આવ્યા છે.

4

હિસાર: સંત રામપાલ માટે મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. તેમના પર ચાલી રહેલા બે કેસોમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રામપાલ પર બે ક્રિમિનલ કેસ હતા. પહેલો કેસ લોકોને બંધક બનાવવાનો હતો, અને બીજો કેસ પોલીસ પર હુમલો કરવાનો લાગ્યો હતો. પરંતુ દેશદ્રોહ અને હત્યાનો કેસ તેમના ઉપર ચાલું રહેશે. સતલોક આશ્રમમાં જ્યારે રામપાલને પોલીસ પકડવા આવી ત્યારે ત્યાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના પછી જે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમને રામપાલ પર બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોર્ટમાંથી રામપાલને મળી મોટી રાહત, 2 કેસોમાં નિર્દોષ જાહેર, હત્યા અને દેશદ્રોહનો કેસ રહેશે ચાલુ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.