સતનાઃ મધ્યપ્રદેશના સતનામાં એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે જમીન પોલી થઈ જવાના કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. જોકે, બિલ્ડિંગ નમી જતાં મોટા ભાગના લોકો બહાર નીકળી ગયા હતા. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ બિલ્ડિંગમાં હજુ 50થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે.

આ બિલ્ડિંગમાં 32 દુકાનો અને 10 મકાનો હતા. જે ધરાશાયી થતાં અત્યારે બચાવ કામગીરી ચાલું છે. આ ઘટનામાં એક યુવક અને એક બાળકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની હોવાનું જાણવા મળ્યું છે.