ભાજપ સાંસદ સાવિત્રી બાઈ ફુલે બોલ્યા- જિન્ના મહાપુરૂષ, આઝાદીની લડાઈમાં તેમનું યોગદાન
નવી દિલ્લી: ભાજપના સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ મોહમ્મદ અલી જિણાને મહાપૂરૂષ ગણાવ્યા. ઉત્તરપ્રદેશના બહરાઈચથી ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ પાર્ટીની વિરૂદ્ધમાં જઈને કહ્યું આવા મહાપુરૂષની તસવીર જ્યાં જરૂર હોય ત્યાં લગાવવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને યોગ્ય માન-સમ્માન નથી મળતું. તેમને ભારતના સાંસદ નહી પરંતુ દલિત સાંસદ કહેવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ ન કહીને દલિત રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે.
સાવિત્રી બાઈ ફુલેએ પહેલેથી જ પાર્ટીની વિરૂદ્ધમાં મોરચો ખોલી રાખ્યો છે અને ભાજપની વિરૂદ્ધમાં દરેક મુદ્દા પર પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ યૂપીના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરના પછાત વર્ગના લોકોની ઉપેક્ષા કરવાના નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું તેમની સાથે પણ આવું થઈ રહ્યું છે.
ફુલેએ કહ્યું, મોહમમ્દ અલી જિણાએ આઝાદીની લડાઈ લડી છે અને તેઓ એક મહાપુરુષ હતા. ફુલેએ કહ્યું કે તેની તસ્વીરનો વિવાદ નિરર્થક છે કારણ કે તેઓ મહાપુરુષ હતા અને રહેશે. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું કે આવા મહાપુરુષોની તસ્વીર જ્યા જરૂર હોય ત્યાં લગાવવી જોઈએ. ભાજપના સાંસદે આટલેથી જ ન રોકાયા તેમણે કહ્યું, બહુજન સમાજના મુખ્ય મુદ્દાઓ ગરીબી,ભૂખમરા જેવા મહત્વપૂર્ણ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા જાણીજોઈને આવા મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -