ફેબ્રુઆરીથી સામાન્ય થશે રોકડની સ્થિતિ, જાન્યુઆરી અંત સુધી આવશે બેન્કિંગ સિસ્ટમમાં 75 ટકા રોકડઃ અહેવાલ

અહેવાલ અનુસાર જ બધુ રહ્યું તો ફેબ્રુઆરી અંત સુધીમાં બંધ થયેલ નોટોની અંદાજે 78-88 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી જશે. એવામાં લોકોને આવતા બે મહિના પછી રાહત મળે તેવી શક્યતા છે.
SBI રિસર્ચના અહેવાલ ઈકોરેપ અનુસાર હાલમાં નવી નોટનું છાપકામ ઝડપથી થઈ રહ્યું છે. એવામાં ડિસેમ્બર અંત સુધી બંધ થયેલ નોટોની અંદાજે 50 ટકા અને જાન્યુઆરી, 2017ના અંત સુધી 75 ટકા નવી નોટો સિસ્ટમમાં પરત આવશે.
નવી દિલ્હીઃ બંધ થયેલ જૂની નોટની અંદાજે 75 ટકા નોટ જાન્યુઆરી અંત સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં પરત આવશે. એવામાં રોકડની હાલાકીનો સામનો કરી રહેલ લોકો રાહત મળતા હજુ બે મહિના જેટલો સમય લાગશે. એક અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં જેવા ખેતી પર વધારે નિર્ભરતા ધરાવતા રાજ્ય રોકડને કારણે પડતી હાલાકીનો વધારે સામનો કરવો પડી શકે છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નોટબંધી બાદ કુલ કરન્સીમાં નાની નોટોની ટકાવારી વધીને સાત ટકા થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ક્ષેત્ર અનુસાર વાત કરવામાં આવે તો રોકડની દૃષ્ટિએ કૃષિ ક્ષેત્ર સૌથી વધારે સંવેદનશીલ છે. આ ક્ષેત્ર ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક લેવણ દેવડ તરફ આગળ વધશે.