નવજોત સિંહ સિદ્ધુની વધી શકે છે મુશ્કેલી, 30 વર્ષ જૂનો કેસ ફરી ખુલશે, જાણો વિગત
27 ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલામાં સડક પર 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે વિવાદ બાદ સિદ્ધુએ તેને મુક્કો માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ ગત સુનાવણી દરમિયના સિદ્ધુ દ્વારા 2012માં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂને પુરાવા તરીકે રજૂ કર્યો હતો. જેમાં સિદ્ધુએ સ્વીકાર્યું હતું કે ગુરનામ સિંહને મારવાના કારણે જ તેનું મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને 30 વર્ષ જૂના રોડ રેજ મામલામાં મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ સિદ્ધુને સંભળાવવામાં આવેલી સજા પર ફરીથી વિચાર કરવા સહમત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આપેલા આદેશને રદ કરી દીધો હતો. જેમાં તેને ઈરાદાપૂર્વકની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. કોર્ટે તેના પર આઈપીસી કલમ 323 અંતર્ગત એક હજાર રૂપિયા દંડ લગાવ્યો હતો.
જજ એ એમ ખાનવિલકર અને જજ સંજય કિશન કૌલની બેંચ મૃતકના પરિવારજનો દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર ફરી સુનાવણી માટે સહમત થઈ ગઈ અને મામલામાં સિદ્ધુને નોટિસ જાહેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -