આસારામ સામેનો બળાત્કાર કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Apr 2017 05:57 PM (IST)
1
નવી દિલ્લી: આસારામ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતની નીચલી અદાલતને કહ્યું છે કે મામલાને ઝડપથી લે અને સમયમર્યાદામાં સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરે.
2
ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર તથા જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓ સહિત 46 સાક્ષીઓના નિવેદન હાથ ધરવા સૂચના આપી છે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ તુષાર મહેતા આ કેસમાં હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું હતુંકે, 29 સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. જ્યારે બેની હત્યા થઈ ગઈ છે. ત્યારે જજે કહ્યું હતું કે, કેસને લટકાવી ન રાખો અને સત્વરે ઉકેલો. આ અંગે જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.