શશિકલા સામને ભ્રષ્ટાચારનો કેસ 20 વર્ષ જૂનો, ટ્રાયલ કોર્ટે ફટકારેલો 100 કરોડનો દંડ
આ કંપનીઓ દ્વારા નીલગિરીમાં 1000 એકર અને તિરુનેલવેલીમાં 1000 એકર જમીન ખરીદવામાં આવી હતી. જયલલિતાની પાસે 30 કિલોગ્રામ સોનું, 12 હજાર સાડી હતી. તેમણે દત્તક લીધેલ પુત્ર વી.એન. સુધાકરણના લગ્ન પર 6.45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પોતાના ઘર પર વધારાના બાંધકામ પાછળ 28 કરોડનો ખર્ચ કર્યો હતો.
જ્યારે આ સમગ્ર કેસ બેંગલુરુની સ્પેશય કોર્ટમાં પહોંચ્યો તો પ્રોસિક્યૂશને જયલલિતાની સંપત્તિની વીગતો આપી. કહ્યું, જયલલિતા, શશિકલા અને અન્ય બે આરોપીઓએ 32 કંપનીઓ બનાવી જેનો કોઈ કારોબાર હતો નહીં. આ કંપનીઓ માત્ર કાળાનાણાંથી પ્રોપર્ટી ખરીદતી હતી.
1996માં તત્કાલીન જનતા પાર્ટીના નેતા અને હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે, જયલલિતાએ 1991થી 1996 સુધી સીએમપદ પર રહેતા 66.44 કરોડ રૂપિયાની બેનામી સંપર્તિ ભેગી કરી હતી.
કર્ણાટક હાઈકોર્ટમાંથી માત્ર 10 સેકન્ડમાં છૂટી જવા પર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર બી.વી. આચાર્ય નાખુશ હતા. આચાર્યે બેનામી સંપત્તિ રાખવાના મામલે જયલલિતાની વિરૂદ્ધ કર્ણાટક સરકાર વતી દલીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક સરકાર આ મામલે એકલી પ્રોસિક્યૂટિંગ એજન્સી હતી. પરંતુ હાઈકોર્ટમાં અમે દલીલ કરવા માટે યોગ્ય તક મળી નહીં. જયલલિતાના આરોપ સાબિત કરવા માટે પ્રોસિક્યૂશન માટે પૂરતા પુરાવા હતા.
જે પ્રોપર્ટી ખરીદવામાં આવી, તેના માટે આરોપીએએ નેશનલાઈઝ્ડ બેંકો પાસેથી લોન લીધી હતી. લોઅર કોર્ટે તેના પર વિચાર કર્યો નહીં. એ પણસાબિત નથી થતું કે જંગમ મિલકત કાળાનાણાંથી ખરીદવામાં આવી છે. આવકના સ્ત્રોત યોગ્ય છે. નીચલી કોર્ટનો નિર્ણય નબળો હતો, તે કાયદીની દૃષ્ટિએ નથી ટકતો.
હાઈકોર્ટે શશિકલાને છોડી મુકવા માટે આ કારણો આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, જયલલિતાની પાસે આવક કરતાં 8.12 ટકા વધારે પ્રોપર્ટી હતી. આ 10 ટકાથી ઓછી ચે પરમિશિબલ લિમિટ છે. આંધ્ર પ્રદેશ સરકારે ત્યારે આવકથી 20 ટકા વધારે પ્રોપર્ટી હોવા પર તેને યોગ્ય માનતી હતી, કારણ કે ઘણી વખત હિસાબ વધારીને બતાવવામાં આવતો હતો.
આ પહેલા ટ્રાયલ કોર્ટે શશિકલા અને તેના બે સંબંધીને વીએન સુધાકરણ, ઇલાવર્સી સહિત 4ને સજા સંભળાવી હતી. ટ્રાયલ કોર્ટે 100 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યાર બાદ 21 દિવસ સુધી જયલલિતા-શશિકલા જેલમાં રહ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટમાંથી તેમને જમાનત મળી હતી. ત્યાર બાદ 11 મે 2015માં જયલલિતા હાઈકોર્ટમાં ગયા હતા.
શશિકલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા 1995 અને 1996માં 3 કેસ નોંધવામાં આવ્યા હતા. શશિકલા સામે ફેરાના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની સામે આવક કરતાં વધારે સંપત્તિ રાખવાનો કેસ પણ થયો હતો ને તેમાં હાઈકોર્ટે તેમને ચાર વર્ષની સજા ફટકારી હતી. આગળ વાંચો શું છે આ સમગ્ર મામલો.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં શશિકલાને દોષિત ઠેરવી તેમને 4 વર્ષની સજા ફટકારવાના હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. શશિકલા માટે આ ચુકાદો બહુ મોટા ફટકા સમાન છે અને આ ચુકાદાના કારણે શશિકલાની તમિલનાડુનાં મુખ્યમંત્રી બનવાની આશા પર પાણી ફરી વળ્યું છે.