અયોધ્યા મામલે આ સપ્તાહે સુપ્રીમ કોર્ટનો આવી શકે છે મોટો ફેંસલો, જાણો વિગત
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલા એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવી શકે છે. મસ્જિદમાં નમાજ કરવી ઈસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવશે. આ ચુકાદો સંભળાવ્યો બાદ તરત જ ટાઇટલ સૂટના મુદ્દા પર ફેંસલો આવવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે કોર્ટ 1994ના ચુકાદા પર સમીક્ષાની જરૂર છે કે નહીં તેના પર ફેંસલો કરશે. કોર્ટે 20 જુલાઈના રોજ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ટાઇટલ સૂટ પહેલા આ ફેંસલો ઘણો મોટો હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટની યાદી મુજબ આ ફેંસલો પણ લિસ્ટમાં સામેલ છે. 2010માં અલાહાબાદ હાઇકોર્ટે એક તૃતીયાંશ હિસ્સો હિન્દુઓને, એક તૃતીયાંશ મુસ્લિમોને અને એક તૃતીયાંશ રામલલાને આપવાનો ચુકાદો આપ્યો હતો.
1994માં સુપ્રીમ કોર્ટની બેંચે ફેંસલો આપ્યો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો આંતરિક હિસ્સો નથી. તેની સાથે જ તેમણે હિન્દુઓ પૂજા કરી શકે તે માટે રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -