2000ની નવી નોટમાં છે મોદીનો વિડીયો ? નોટને સ્કેન કરતાં જ કેમ મોદીનું પ્રવચન થાય છે શરૂ ? જાણો રહસ્ય
આ એપ્લિકેશનમાં ગુલાબી રંગના સ્ક્રીન પર મોદીનો સાફો પહેરેલો ફોટો અને 2000ની નોટ ઊડતી દેખાશે. જેમાં સ્કેન બીલો દેખાશે. ત્યાર બાદ નવી 2000ની નોટ સ્કેન કરો એટલે નરેન્દ્ર મોદીએ 8નવેમ્બરે આપેલો રાષ્ટ્રજોગ સંદેશ જોવા મળશે. આમ તમે પણ તમારા સ્માર્ટફોન પર 2000ની નોટના વિડીયોની મજા માણી શકશો.
તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે પણ ‘મોદી કીનોટ એપ્લીકેશન’ ડાઉનલોડ કરીને આ કમાલ કરી શકો છો. આ એપ્લીકેશન જોવી હોય તો સૌપ્રથમ મોબાઇલમાં પે-સ્ટોરમાં જઈને ‘મોદી કી નોટ’એપ સર્ચ કરો એટલે એપ ખૂલશે, જેમાં બારા સ્કલ સ્ટુડિયો 4.6 ખૂલશે જેને ડાઉનલોડ કરો એટલે ‘મોદી કી નોટ’ એપ્લીકેશન ઓપન થશે.
ટેકનિકલી નવી નોટમાં કોઈ વીડિયો નથી પરંતુ આ એપ્લીકેશનની કરામત છે. આ કરામતના કારણે રાતોરાત ‘મોદી કીનોટ એપ્લીકેશન’ લોકોમાં હોટ ફેવરિટ થઈ ગઈ છે. આ એપ જોવા માટે અને કેવી રીતે આ એપ ખોલી શકાય તેની ચર્ચા લોકો જોરશોરથી કરી રહ્યા છે. ‘મોદી કી નોટ એપ્લીકેશન’ અત્યારે હોટ ટોપિક છે.
જો કે 2000ની નોટમાં મોદીનો વિડીયો હોવાની વાત ખોટી છે અને વાસ્તવમાં આ કમાલ એક મોબાઈલ એપની છે. ‘મોદી કીનોટ એપ્લીકેશન’ નામની આ એપમાં એવી ગોઠવણ છે કે 2000ની નોટને સ્કેન કરો કે તરત મોદીનો 8 નવેમ્બરની રાતનો વિડીયો ખૂલે છે. તેના કારણે નવી નોટમાં મોદીનો વિડીયો હોવાની વાત વહેતી થઈ છે.
અમદાવાદ: રીઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નવી નોટ બહાર પડાઈ છે ત્યારે એવી વાતો વહેતી થઈ છે કે નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી તેનો વિડીયો નવી નોટમાં છે. 2000ની નવી નોટને સ્કેન કરાતાં સ્માર્ટફોનમાં મોદીનો વિડીયો આવી જાય છે તેથી આ વાત ફેલાઈ છે.