જાણીતા ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર યશ પાલનું 90 વર્ષની વયે નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2017 10:03 AM (IST)

1
તેમનો જન્મ 26 જાન્યુઆરી 1926માં થયો હતો. પ્રોફેસર યશ પાલ ભારતીય શિક્ષાવિદ અને વૈજ્ઞાનિક હતા. તેઓ અનેક મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. તેઓ 1983-84માં યોજના પંચના મુખ્ય સલાહકાર રહ્યા હતા. 1986થી 1991 સુધી UGCના ચેરમેન પણ રહ્યા હતા. 2007થી 2012 સુધી તેઓ જેએનયુના કુલપતિ રહ્યા હતા. તેઓ દૂરદર્શન પર વિજ્ઞાનના કાર્યક્રમ ‘ટર્નિગ પોઈન્ટ’માં મુખ્ય વક્તા તરીકે રહ્યા હતા.
2
નવી દિલ્લી: પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર યશ પાલનું દિલ્લી નજીક નૉયડામાં 90 વર્ષની વયે નિધન થયું છે, યશપાલને 1976માં પદ્મભૂષણથી અને 2013માં પદ્મવિભૂષણથી સમ્માનવામાં આવ્યા હતા. 1973માં યશ પાલે સ્પેસ એપ્લિકેશન અમદાવાદના પ્રથમ ડાયરેક્ટર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.