PM મોદી પહોંચ્યા ચીન, રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે કરી મુલાકાત
આ બેઠકને લઇને બંને નેતાઓ વચ્ચે એક મહિના પહેલા વુહાનમાં અનૌપચારિક બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન જવા માટે રવાના થઇ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું, 9 અને 10 જૂનના એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવાના માટે ચિનના ચિંગદાઓમાં રહીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ચીનના ચિંગદાઓ પહોંચી ગયા છે. પીએમ મોદી અહિંયા યોજાનારી બેદિવસીય શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમ્મેલનમાં ભાગ લેશે. ચીનમાં આજથી શરૂ થઇ રહેલા બે દિવસીય શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન અગાઉ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના પૂર્ણ સભ્યતાને લઇને આ પહેલી બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઇને ઉત્સાહી છું. પીએમ મોદી આજે ચિંગદાઓમાં એસસીઓ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
એક સંપૂર્ણ સભ્યપદ તરીકે ભારતનું આ પ્રથમ શિખર સંમેલન હશે. એસસીઓ દેશના નેતાઓ સાથે વાતચીત થઇ અને અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. શિખર સંમેલનમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં મુખ્ય આતંકવાદ સામે લડાઇ, અલગાવાદ અને અતિવાદને લઇને સંપર્કમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -