આજે કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો આવશે અંત, કયા મોટા શહેરમાં લાગુ કરી 144 ધારા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ રાજકીય પાર્ટીના કાર્યકરો પણ આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યાં છે. આ માટે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવી પણ એક પડકાર બની રહેશે. જેને ધ્યાનમાં રાખીને કર્ણાટકના મેંગલુરૂમાં અત્યારથી જ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે રાજ્યમાં રાજધાની બેંગલુરૂ સહિત ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જોકે રાજ્યપાલે આ ગઠબંધનના દાવાને ફગાવી દઈ ભાજપને પહેલા સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરતાં શનિવારે 4 વાગ્યા સુધીમાં બહુમતિ પરિક્ષણ કરવાના આદેશ આપ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલ રાજકીય ડ્રામાનો આજે અંત આવશે.
હવે તેમને એક સીટ છોડવી પડશે. તેવામાં 221 બેઠકના હિસાબે બહુમતનો આંકડો 111 બેઠક છે. ભાજપને બહુમતના આંકડાથી હાથવેંત છેટું રહી ગયું. જ્યારે કોંગ્રેસને 78 અને જેડીએસ 37 બેઠકો મળી. બંનેએ ગઠબંધન કરી બહુમતનો દાવો કર્યો છે. આ ગઠબંધનને વિપક્ષના બે ધારાસભ્યોનું પણ સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો માટે મતદાન થર્યું હતું. તેમાં પણ કુમારસ્વામીએ 2 બેઠકો પર જીત મેળવી હતી.
સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાને શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી બાદ આ નિર્યણ કર્યો હતો. બંને પાર્ટીઓ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના એ નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, જેમાં તેમણે ભાજપને સૌથી મોટી પાર્ટી હોવાના નાતે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.
બેંગલોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શરૂ થયેલ સત્તાનું ધમાસાણ આજે તેના અંજામ સુધી પહોંચશે. આજે સાંજે 4 વાગ્યે બહુમત પરિક્ષણ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કર્ણાટકમાં કોની સરકાર રચાશે. સાવચેતીના ભાગરૂપે મેંગલોરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય અન્ય મોટી શહેરમાં પણ પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -