2000ની નવી નોટ અસલી છે કે નકલી તે ઓળખવા કરો આ ટેસ્ટ, જાણો તેનો રંગ કેમ ઉતરે છે
ઈન્ટાગ્લિયો એક ખાસ પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરીને છાપવામાં આવેલી ચલણી નોટોને અડવાથી ખ્યાલ આવી જાય છે કે આ અસલી કે છે કે નકલી. એટલું જ નહીં આ નોટમાં કેટલી લાઇનો છે તેનો પણ ખ્યાલ આવી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીયાલિટી ચેકના નામે ટીવી ચેનલોએ 2000 રૂપિયાની નવી નોટ પર પાણી લગાડીને તેના પર રૂ ઘસવાનો પ્રયોગ કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન સફેદ રૂનો રંગ બદલાઈ જાય છે અને 2000ની નવી નોટના ગુલાબી રંગ જેવો થઈ જાય છે તેના કારણે કલર ઉતરે છે તેવી વાતો ચાલી છે.
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે 2000 રૂપિયાની કેટલીક નવી નોટોમાંથી કલર જાય છે તે વાત પણ તદ્દન ખોટી છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 2000ની નવી નોટમાં ઈન્ટાગ્લિયો નામે એક ખાસ સેફ્ટી ફીચર છે તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળાં નાણાંના દૂષણને નાથવા 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરીને 2000 રૂપિયા તથા 500 રૂપિયાની નવી નોટ દાખલ કરી છે. જો કે 2000 રૂપિયાની કેટલીક નવી નોટોમાંથી કલર જાય છે તેવી વાતો પૂરજોશમાં ચાલી છે.
નાણાં મંત્રાલયે આ અંગે પણ સ્પષ્ટતા કરી છે કે 2000ની નવી નોટમાં ઈન્ટાગ્લિયો નામે એક ખાસ સેફ્ટી ફીચર છે અને કારણે સાચી નોટને કાપડ કે રૂ સાથે ઘસો ત્યારે ટર્બો-ઈલેક્ટ્રિક ઈફેક્ટ પેદા થાય છે. તેના કારણે નોટની શાહી કાપડ કે રૂ પર જાય છે પણ ખરેખર તો આ સાચી નોટની નિશાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -