✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીરમાં સેનાની સૌથી મોટી કાર્યવાહી, એકજ દિવસમાં 3 અથડામણમાં 12 આતંકી ઠાર માર્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 12:41 PM (IST)
કાશ્મીરમાં સેનાની સૌથી મોટી કાર્યવાહી, એકજ દિવસમાં 3 અથડામણમાં 12 આતંકી ઠાર માર્યા
1

શોપિયાના કચદરુમાં થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઓપરેશન દરમિયાન ત્રણ જવાન શહીદ થયા હતા.

2

3

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં સેના ઓપરેશન ચલાવી રહી છે. ગયા વર્ષે સેનાએ કાશ્મીરમાં 200 થી વધુ આતંકવાદીઓ માર્યા હતા.

4

કયા સેક્ટરમાં કેટલા આતંકવાદીઓ માર્યા- દ્રગડ, શોપિયા: 7 આતંકવાદી. કચદરુ, શોપિયાઃ 4 આતંવાદી (આમાં એક લશ્કરનો ટૉપ કમાન્ડર હતો), અહીં વધુ આતંકવાદીઓના મૃતદેહો મળી શકે છે, કાટમાળમાં ફરીથી તપાસ શરૂ કરાશે. દાયલગામ, અનંતનાગઃ 1 આતંકવાદી (અહીં આતંકવાદીઓનો એક મદદગારની ધરપકડ કરાઇ છે.)

5

અલગાવવાદીઓએ એન્કાઉન્ટરના વિરોધમાં ઘાટીમાં 2 દિવસના બંધની જાહેરાત કરી છે, હતાહતના થાય તે તંત્રએ દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. જમ્મુ વિસ્તારના બનિહાલમાંથી કાશ્મીર ઘાટીના બારામુલાની વચ્ચે રેલ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે.

6

10 મે 2017ના રોજ લેફ્ટિનેન્ટ ઉમર ફૈયાઝને અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, ફૈયાઝ પોતાના મામાની છોકરીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા.

7

શોપિયામાં માર્યા ગયા આતંકવાદીઓમાં બે - ઇશ્ફાક મલિક અને રઇસ ઠોકર, લેફ્ટિનેન્ટ ઉમર ફૈયાઝની હત્યામાં સામેલ હતા.

8

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ અને લેફ્ટિનેન્ટ જનરલ એકે ભટ્ટે જૉઇન્ટ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે, શોપિયામાં 11 આતંકવાદીઓની ઓળખ કરી લેવાઇ છે, તે બધા સ્થાનિક છે. આ હિજબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. તેમના મૃતદેહો પર પરિવારજનોએ દાવો કર્યો છે.

9

આતંકી અથડામણમાં 3 જવાન પણ શહીદ થયા, સુરક્ષાબળ સાથેની ઝડપમાં 4 નાગરિકોના પણ મોત થઇ ગયા જ્યારે 31 લોકો ઘાયલ થવાના સમાચાર છે. આ વર્ષની આતંકવાદીઓ સામેની એક દિવસની સૌથી મોટી કાર્યવાહી છે. આ અગાઉ 15 જાન્યુઆરીએ ઉડી સેક્ટરમાં દુલંજામાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેના તરફથી ઘાટીમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ક્લિનસ્વિપ અંતર્ગત ગયા વર્ષે 200થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

10

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આતંકવાદીઓ વિરુદ્ધ આ વર્ષની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી, શોપિયા અને અનંતનાગમાં થયેલી ત્રણ એન્કાઉન્ટરમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા. આમાં લેફ્ટિનેન્ટ ઉમેર ફૈયાઝના બે હત્યારાઓ પણ સામેલ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાશ્મીરમાં સેનાની સૌથી મોટી કાર્યવાહી, એકજ દિવસમાં 3 અથડામણમાં 12 આતંકી ઠાર માર્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.