કમાન્ડો સુરક્ષા હટાવવાથી ભડકી રાબડી દેવી, કહ્યું- 'મારા પરિવારને જીવથી મારી નાંખવાનું કાવતરું'
રાબડી દેવીએ કહ્યું લાલુજી જેલમાં છે અને તેમની તબિયત રોજ ખરાબ થઈ રહી છે. કોઈને નથી ખબર કે તે ખરેખર બિમાર છે કે તેમને દવાઓ આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમનું શુગર લેવલ વધી રહ્યું છે. અમે સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટનાઃ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પોતાના ઘર પર તૈનાત પોલીસ જવાનો-કમાન્ડોને પાછા બોલાવવાના રાજ્ય સરકારના નિર્ણય પર ભડકી. રાબડીએ નીતિશ સરકાર પર પોતાને અને તેના પરિવારની હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.
સાથે તેને જેલમાં ખરાબ થઇ રહેલી લાલુ પ્રસાદ યાદવની તબિયતનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને પણ મારવાનું કાવતરું તો નથી ગોઠવાઇ રહ્યુંને. તેને એક પત્ર લખીને કોઇપણ અનિચ્છનીય ઘટના ઘટે તો ગૃહ વિભાગને તેનું જવાબદાર ગણાવ્યું છે.
તેજસ્વીએ કહ્યું છે કે, રાજ્ય સરકારે 5, દેશરત્ન માર્ગ પુર આવેલા બંગલાને પણ ખાલી કરવા માટે ફરી નોટિસ આપી છે. તે કારણથી રાબડીએ પૂર્વ મુખ્યમંત્રી, તેજસ્વીને પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને તેજપ્રતાપને ધારાસભ્ય તરીકે મલેલી સુરક્ષા પણ પરત કરી દીધી છે. લાલુ પ્રસાદ અને રાબડી દેવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે બિહાર પોલીસની એસએસજીની વિશેષ સુરક્ષા મળી છે.
રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે સરકારને કહ્યું કે, મંગળવારે સીબીઆઈ પૂછપરછ પછી સાંજે 10, સર્કુલર રોડ પર આવેલા બંગલા પર તૈનાત બીએમપીના 32 કમાન્ડો હટાવી દેવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકાર પર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની સુરક્ષામાં ઘટાડો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
રાબડી દેવીએ કહ્યું છે કે, નીતિશ કુમાર, સુશીલ મોદી અને તેમની સરકાર મારા પરિવારને મારી નાખવા માગે છે. પણ મને કોઈ ડર નથી. જો કઈ થશે તો બિહાર સરકાર અને પ્રશાસન તે માટે જવાબદાર હશે. સરકાર ઘર છોડવાનું કહેશે તો અમે તે પણ ખાલી કરી દઈશું. તેમને નથી ખબર કે અમારી સુરક્ષા તો જનતા કરશે. ભગવાન અમારી દેખ-ભાળ રાખે છે.
લાલુ પ્રસાદ યાદવના ઘર પરથી સુરક્ષા કમાન્ડો હટાવી દેવાના મામેલ તેમના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને રાજદના કાર્યકર્તાઓ નારાજ થઇ ગયા છે. રાજદના ધારાસભ્યો પણ પોતાની સુરક્ષા પાછી આપવાની યોજના બનાવી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -