ક્યાંક તોડફોડ તો ક્યાંક આગચંપી, તસવીરોમાં જુઓ ભારત બંધની સ્થિતિ
સાઉથ ઇન્ડિયાના તેલંગાણામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તાંઓ પર ઉતર્યા, યદાદરી ભુવનાગિરી, ભૌગિર, મુર્શિદાબાદમં બસોને રોકીને જબરદસ્ત પ્રદર્શન કરાયું.
ઓડિશાના ભુવનેશ્વરમાં પણ ભારત બંધની અસર દેખાઇ, રસ્તાંઓ પર વિપક્ષોનું જબરદસ્ત પ્રદર્શન ટ્રેનો રોકી.
ગુજરાતના ભરુચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયરો સળગાવ્યા, બસોને રોકી. આનાથી સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર અસર પડી છે.
કર્ણાટકાના મેંગ્લુંરુમાં પણ કેટલાક પ્રદર્શનકારીઓએ પ્રાઇવેટ બસો પર પથ્થરમારો કર્યો, જોકે, કોઇ જાનહાનિ થઇ ન હતી. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પણ પૂણેમાં કેટલીક બસો પર પથ્થરમારો કર્યો.
દક્ષિણ ભારતના રાજ્ય કેરાલામાં પણ વિપક્ષના બંધની આસર જોવા મળી, રાજ્યમાં બસ સર્વિસ પુરેપુરી ઠપ્પ થઇ ગઇ. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું.
બિહારની રાજધાની પટનામાં સાંસદ પપ્પુ યાદવના જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ ભારત બંધ દરમિયાન હિંસક પ્રદર્શન કર્યું, તેમને પોતાના સમર્થકો સાથે ટ્રેન રોકી.
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની સતત વધી રહેલી કિંમતો વિરુદ્ધ કોંગ્રેસ સહિત આખા વિપક્ષે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસની સાથે આ બંધમાં 21 રાજકીય પક્ષો-વિપક્ષો જોડાયા છે. સવારથી જ દેશના અલગ અલગ રાજ્યોમાં બંધની અસર જોવા મળી, ક્યાંક ટ્રેનો રોકવામાં આવી તો ક્યાંક બસોમાં તોડફોડ કરવામાં આવી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.