ભારતના સ્વર્ગ એવા શ્રીનગરમાં છવાઈ સફેદ ચાદર, તસવીરોમાં માણો ત્યાંનો નજારો
જોકે હવામાનમાં સુધારો થવાની સંભાવના દર્શાવાઈ છે. રાજ્યમાં કારગીલમાં પારો ગગડીને શૂન્યથી નીચે માઈનસ 18.6 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે લેહમાં માઈનસ 14.5 ડિગ્રી ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી પહલગામમાં માઈનસ 6.8 ડિગ્રી નોંધાયું હતું. બરફના કારણે પર્વતો પર સફેદ ચાદર છવાયેલી જોવા મળી હતી.
શ્રીનગર એરપોર્ટ પર વિમાની સેવાને અસર પહોંચી હતી. હળવા વરસાદ અને હિમવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક તરફી વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો. ભારે હિમવર્ષાને કારણે શુક્રવારે સાંજે જવાહર ટનલથી કાશ્મીર જતાં વાહનોને ઉધમપુર પાસે અટકાવી દેવામાં આવ્યા હતા. બંન્ને તરફથી હજારોની સંખ્યામાં વાહનો ફસાયા હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં 6 જાન્યુઆરી સુધી હિમવર્ષાની સંભાવના છે. જેના કારણે રાજ્યના ઘણાં ભાગોમાં પારો ગગડીને શૂન્યની નીચે ઉતરી ગયો છે. શ્રીનગરમાં પણ હિમવર્ષા થતાં લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતાં.
શ્રીનગર: દેશનું સ્વર્ગ ગણાતું જમ્મુ-કાશ્મીર પર સફેદ સંકટ છવાયેલું છે. અહીં છેલ્લા બે મહિનાથી હિમવર્ષા થઈ રહી છે. જેનાથી સ્થાનિકોને સહિત સરહદ પરના સૈનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગ ઘાટીમાં સૌથી ઠંડો વિસ્તાર રહ્યો છે.