પ્રિયા પ્રકાશ વારિયરની આ 25 તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ પ્રિયાની મસ્તી ભરી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગાયન સ્કૂલના ટીનએજ વચ્ચે ફિલ્માવવામાં આવ્યુ છે. જેને યૂ-ટ્યુબ પર પસંદ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ટ્વિટર પર તેનો મીમ બનાવીને શેર પણ કરવામાં આવી રહ્યું છે. આ સોંને અત્યાર સુધી યૂ-ટ્યૂબ પર 19 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. ઉમર લુલુ 'Oru addar Love' ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે અને શાન રહેમાને તેમાં મ્યૂઝિક આપ્યુ છે.
વીડિયોમાં જોવા મળતી આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. 18 વર્ષની પ્રિયા વારિયલ કેરલના ત્રિશૂરની રહેવાસી છે. તે ત્રિશૂરના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ 'Oru Adaar Love'નું સોંગ 'Manikya Malaraya'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર રવિવાર એટલે કે 11 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાક સુધી 2.49 લાખ ફોલોઅર્સ હતા. તેની ડેબ્યૂ ફિલ્મનો વીડિયો વાયરલ થયા બાદ તેના ફોલોઅર્સની સંખ્યા 22 કલાક બાદ 12 ફેબ્રુઆરી સાંજે 5 કલાક સુધીમાં 1.1 મિલિયન પહોંચી ગઈ હતી. જે 13 ફેબ્રુઆરી 11.30 કલાક સુધીમાં 1.7 મિલિયન સુધી પહોંચી ગઈ છે.
કેરળની ઉભરતી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયારની વિડોય ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે આંખો અને ચહેરાના હાવભાવ આપી રહી છે. આ 26 સેકન્ડની વીડિયો ક્લિપથી 24 કલાકથી પણ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયને પણ પાર કરી ગઈ છે.
સોશિયલ મીડિયામાં આજકાલ 26 સેકન્ડનો એક વીડિયો ખુબ જ વાયરલ બન્યો છે. આ વીડિયોમાં જે યુવક અને યુવતી નજરે પડે છે, તેમના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, યુવકના ફોલોઅર્સ કરતા યુવતીના ફોલોઅર્સ કેટલાયે ગણા વધી ગયા છે.
જણાવી દઈએ કે રોશન મલયાલમ ફિલ્મ ‘ઉરૂ અદાર લવ’નો લીડ હીરો છે. તેનું સોન્ગ માનિક્યા મલારાયા પૂવીના એક સીનમાં તે એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર સાથે જોવા મળે છે. આ વીડિયોને વેલેન્ટાઈન ડેના પ્રતીક રૂપે વાઈરલ કરાઈ રહ્યો છે. આ ફિલ્મ 3 માર્ચે રિલીઝ થશે.
રોશન સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તેણે પોતાના ઘણા કોમેડી વીડિયો શેર કર્યા છે. અને ડબસ્મેશ વીડિયો બનાવ્યા છે. રોશન અબ્દુલ રાહૂફ સારો ડાન્સર અને ગાયક પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ઘણા વીડિયો શેર કર્યા છે.
આ એક્ટરનું નામ રોશન અબ્દુલ રાહૂફ છે. રોશન ખૂબ સારો થિયેટર એક્ટર છે અને સ્ટેજ પરફોર્મર પણ છે. D3 રિયાલિટી શોમાં સારી એક્ટિંગ માટે તે એક્ટ્રેસ શોભનાના હાથેથી સમ્માનિત પણ થઈ ચૂક્યો છે.
મુંબઈ: વેલેન્ટાઈન ડે પહેલા મલયાલી ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે આંખો આંખોમાં જ રોમાન્સ કરતી જોવા મળે છે. પરંતુ જેની સાથે તે રોમાન્સ કરે છે તે એક્ટેર વિશે તમે જાણો છો? વાંચો આગળ કોણ છે તે એક્ટર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -