સેકન્ડોમાં તુટી ગયો વારાણસીનો આ ઓવરબ્રિઝ, 18 લોકોએ ગુમાવ્યા જીવ, સામે આવી દર્દનાક તસવીરો
ઉલ્લેખનીય છે કે, 11 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સરકારે તપાસ કમિટી રચીને 48 કલાકની અંદર રિપોર્ટ માગ્યો છે. આ તપાસ કમિટીના ચીફ રાજ પ્રતાપ સિંહ સવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વારાણસીમાં થયેલી દૂર્ઘટનામાં લોકોને બચાવવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને બચાવ દળ સાથે પુરેપુરો સહયોગ આપવા અપીલ કરી હતી.
યોગીએ રાજ્ય સરકાર તરફથી ઘાયલોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ટ્વીટ કરીને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી.
વડાપ્રધાન તથા સ્થાનીક સાંસદ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
સરકારે મુખ્ય પરિયોજના મેનેજડર એચ સી તિવારી અને ત્રણ અન્યને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દીધા હતા.
અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ પુલ નિર્માણ નિગમ 2261 મીટર લાંબા ફ્લાયઓવરનું નિર્માણ 129 કરોડના ખર્ચે કરી રહ્યુ હતું. ફ્લાયઓવરનો જે ભાગ તુટી પડ્યો છે, તેને ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની પાંચ ટીમો ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી, એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
આ ઘટના વારાણસી-અલ્હાબાદ તરફ જનારા રેલવે ટ્રેક પર થયો. પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે જણાવ્યું કે, 8 થી 10 મોટરસાઇકલ પણ આની ઝપેટમાં આવી ગઇ છે.
વારાણસીઃ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનની પાસે નિર્માણાધિન બ્રિઝનો એક ભાગ અચનાક તુટી પડતા, કાટમાળમાં દબાઇને લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. દૂર્ઘટનાની ઝપેટમાં એક મિની બસ, કાર અને મોટરસાઇકલ પણ આવી ગયા. કેટલીય ક્રેનને કાટમાળ હટાવવા માટે કામે લગાવવામાં આવી. દૂર્ઘટના સાંજે 4 વાગે બની હતી. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તસવીરો જોઇને પણ રૂંવાડા ઉભા થઇ જાય છે. અહીં આ અકસ્માતની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.