બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સાતના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2019 07:42 AM (IST)
1
રેલવેમંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કરી આ ઘટનાની જાણકારી આપી છે. તેઓએ ટ્વીટ કરી કર્યું કે, બિહારના સહદેઈ બુજુર્ગમાં જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
2
3
રાહત અને રેસ્ક્યૂ ટીમનો કાફલો પણ પહોંચી ગયો છે. તે સાથે એનડીઆરએફની ટીમ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના સ્થળે બરોની અને સોનપુર સ્ટેશનથી રાહત ટ્રેન પહોંચી ગઇ છે. ઘટનામાં ઘાયલ લોકોની હાલત ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહ્યું છે.
4
પટના: બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. જોગબનીથી દિલ્હી જઇ રહેલી સીમાંચલ એક્સપ્રેસના નવ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા છે. ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 13થી 13થી વધુ લોકો ધાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ રેલ દુર્ધટના સવારે 3.58 મિનિટે થઇ હતી.