સિલેક્શન કમિટીએ CBI ચીફ આલોક વર્માને પદ પરથી કેમ હટાવ્યા? જાણો
સીબીઆઈ દ્વારા તપાસમાં વર્માનું નામ ગુરૂગ્રામ જમીનના એક મામલે સામે આવ્યું હતું. CVC એ આરોપ લગાવ્યો છે કે વર્મા આ કેસમાં સામેલ છે અને આશરે 36 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. આયોગે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સીવીસીએ આરોપ લગાવ્યો હતો કે વર્માએ IRCTC કેસમાં એક અધિકારીને બચાવવાની કોશિશ કરી હતી, જેમાં પૂર્વ કેંદ્રીય મંત્રી લાલૂ પ્રસાદ યાદવ સામેલ હતા. આયોગે એ પણ આરોપ લગાવ્યો હતો કે વર્મા ભ્રષ્ટ અધિકારીઓને સીબીઆઈમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCVC રિપોર્ટમાં મોઈન કુરેશીના કેસની જાણકારી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ હેદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાને એક આરોપી બનાવવા માંગતી હતી પરંત વર્માએ તેની મંજૂરી ન આપી. આ કેસની તપાસ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના કરી રહ્યા હતા, જે વર્મા સાથે 23 ઓક્ટોબરે સરકારે રજા પર મોકલી દિધા હતા.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતા વાળી સિલેક્શન કમિટીએ આખરે સીબીઆઈના ચીફ આલોક વર્માને કેમ હટાવ્યા ? આ સવાલનો જવાબ દેશની ગુપ્ત એજન્સી RAW દ્વારા પકડવામાં આવેલી એક ટેલિફોનીક વાતચીતમાં છુપાયેલો છે. અધિકારીઓએ જણાવ્યું છે કેંદ્રીય સતર્કતા આયોગે પોતાની તપાસમાં RAW દ્વારા પકડવામાં આવેલી વાતચીતના આધાર પર આલોક વર્માની સામે ભ્રષ્ટાચાર અને નોકરીમાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તપાસ એજન્સીના 50 વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત સીબીઆઈ ચીફને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતા વાળી ઉચ્ચસ્તરીય કમિટીએ સીવીસી રિપોર્ટમાં વર્માની સામે લગાવવામાં આવેલા 8 આરોપો પર ગંભીરતાથી વિચાર કર્યો. આ બેઠક ગુરૂવારે એવા સમયે થઈ જ્યારે મંગળવારે જ સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ચીફ તરીકે વર્માને ચાલુ રાખવા માટે આદેશ આપ્યો હતો. આખરે કમિટીએ 2-1ના બહુમતથી વર્માને હટાવવાનો નિર્ણય કર્યો હતો. કમિટીમાં સામેલ કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ કમિટીના ત્રીજા સદસ્ય જસ્ટિસ એકે સીકરીએ સરકારનો પક્ષ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -