વધુ એક બાબા પર સાધ્વીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, વૈભવી કાર અને પ્લેનનો છે શોખીન
પીડિત યુવતીએ આરોપ લગાવ્યો હતો કે બાબા કોઇના કોઇ બહાને તેના રૂમમાં બોલાવતો હતો અને મારી સાથે જે થયું તે હું કોઇને કહી પણ શકતી નથી. મહંત સુંદરદાસ પોતાની વૈભવી લાઇફસ્ટાઇલને કારણે લોકોમાં હંમેશા ચર્ચામાં રહે છે.
બાબાના સમર્થકો અગ્નીની સાક્ષીએ લગ્ન કરતા નથી પરંતુ મહારાજના ગ્રંથને સાક્ષી માની લગ્ન કરે છે. તેમના લગ્નમાં નવવધૂ મહેંદી લગાવી શકતી નથી. બિરાઇમાં 300 વિઘામાં આશ્રમ ફેલાયેલો છે. આશ્રમમાં 400 ફ્લેટ બનેલા છે જેમાં સેવકોને અઢી-અઢી લાખમાં આપવામાં આવે છે. અહીંના લોકો મહંતને જ ભગવાન માની પૂજા કરે છે.
મહંત સુંદરદાસના નામે જોધપુરથી 50 કિલોમીટર દૂર બિરાઇમાં રામધામ રામચોકી નામથી વિશાળ આશ્રમ છે. અહીં તેમના હજારો સમર્થક છે. પુરુષોને પેન્ટ પહેરીને આશ્રમમાં પ્રવેશ કરી શકતા નથી. પુરુષોને કુર્તા-પાયજામા પહેરવા ફરજીયાત છે. આશ્રમમાં નિયમો કડક છે. સમર્થકો સિવાય કોઇ પણને આશ્રમમાં આવવાની પરમીશન નથી. મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
વધુમાં પીડિતાએ જણાવ્યું કે, આ વાતથી નારાજ બાબાએ તેના પતિ વિરુદ્ધ પતિની પ્રથમ પત્નીની દીકરી પાસે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પતિ જેલમાં છે. પીડિત મહિલાના કહેવા પ્રમાણે, બાબા સતત હત્યા કરવાની ધમકીઓ આપે છે
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તે 2012માં બાબાના સંપર્કમાં આવી હતી. બાબાના કહેવા પર તેણે પોતાના પતિને છોડીને બાબાના આશ્રમમાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. ઓક્ટોબર 2014માં બાબાએ તેના પર રેપ કર્યો હતો. તેણે આ વાત તેના બીજા પતિને જણાવી દીધી હતી. બાદમાં બંન્નેએ આશ્રમ છોડી દીધો હતો.
કરોડોની સંપત્તિના માલિક મહંત સુંદરદાસના આશ્રમમાં ફક્ત તેમના શિષ્યોને પણ પ્રવેશ મળે છે. મહંત સુંદરદાસબે કરોડ રૂપિયાના હિરાનો હાર પહેરે છે અને કરોડો રૂપિયાની 30 કારોની માલિક છે. મહંત પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન પણ છે.
જોધપુરઃ સાધ્વી પર બળાત્કારને લઇને વધુ એક બાબા વિવાદમાં છે. રાજસ્થાનના જોધપુરના હાઇ પ્રોફાઇલ બાબા મહંત સુંદર દાસ મહારાજ પર તેમની એક પૂર્વ સાધ્વીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. 75 વર્ષના મહંત સુંદરદાસ મહારાજ મોંઘા ઘરેણા પહેરવાના શોખીન છે. દિલ્હી અને જોધપુરમાં તેમના અનેક મોટા આશ્રમ છે. દિલ્હીના સબજીમંડી વિસ્તારમાં આવેલા તેમના આશ્રમમાં રહેતી બાબાની પૂર્વ સાધ્વીએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.