આશ્રમમાં હત્યા મામલે રામપાલને આજીવન કેદની સજા, કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
સજાની જાહેરાત કરતાં પહેલા કોર્ટની ચારે બાજુ ત્રણ કિલોમીટર સુધી કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. હિસાર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રામપાલ અને તેમના અનુયાયીઓ વિરૂદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2014નાં રોજ બે કેસ દાખલ કરવામાં આવ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે મામલાઓમાં રામપાલને દોષી જાહેર કરાયો છે તેમાં પહેલો કેસ મહિલા ભક્તની સંદિગ્ધ મોતનો મામલો છે, જેની લાશ તેના સતલોક આશ્રમમાંથી 18 નવેમ્બર, 2014નાં રોજ મળી આવી હતી. જ્યારે કે બીજો કેસ હિંસા સાથે જોડાયેલો છે જેમાં રામપાલના ભક્તોએ પોલીસની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન લગભગ 10 દિવસ સુધી હિંસા ચાલી હતી જેમાં 4 મહિલાઓ અને 1 બાળકનું મોત નિપજ્યું હતું.
હિસારઃ હત્યાના બે મામલાઓમાં દોષી જાહેર થયેલાં રામપાલને આજીવન કેદની સજાની જાહેરાત કરવામાં આવી હતી. કોર્ટે રામપાલને જીવે ત્યાં સુધી જેલમાં અને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. હિસારના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.આર. ચાલિયાએ હત્યાના બંને મામલામાં રામપાલ અને તેના કુલ 26 અનુયાયીઓને 11 ઓક્ટોબરે દોષી જાહેર કર્યા હતા. કોર્ટે સજાની જાહેરાત માટે 16-17 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. 67 વર્ષના રામપાલ અને તેમના અનુયાયી નવેમ્બર, 2014માં પકડાયાં બાદથી જેલમાં બંધ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -