હત્યાના બંને કેસમાં રામપાલ દોષિ જાહેર, હિસારમાં સુરક્ષા વધારવામાં આવી
ફેંસલાને જોતા સવારથી જ હિસારમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી. બુધવારથી જ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. ઉપરાંત હિસારને જોડતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. સુરક્ષા માટે હિસારના 1300 પોલીસ કર્મચારીઓ, અન્ય જિલ્લાના 700 જવાન, RAFની પાંચ ટુકડી અને હરિયાણા પોલીસના 12 SP તહેનાત રાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014માં રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં 5 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થતો હતો. ફેંસલા બાદ રામપાલના સમર્થકો દ્વારા હિંસા થવાની દહેશતના કારણે જેલની અંદર જ વીડિયો કોન્ફરન્સ દ્વારા રામપાલને હાજર કરાયો હતો.
હિસારઃ સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ષે દોષિ જાહેર કર્યો છે. ફેંસલા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી અને જસ્ટિસ ડી.આર.ચાલિયાએ મામલાની સુનાવણી કરી હતી. સજાની જાહેરાત 16 કે 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -