આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPમાંથી ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે.
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -