✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારમાંથી રાજીનામું આપનારા પ્રધાનોનો આંકડો પહોંચ્યો સાત પર, જાણો કોણે આપ્યા રાજીનામા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 10:11 AM (IST)
મોદી સરકારમાંથી રાજીનામું આપનારા પ્રધાનોનો આંકડો પહોંચ્યો સાત પર, જાણો કોણે આપ્યા રાજીનામા
1

બિહારમાં ભાજપના સહયોગી પક્ષ જેડીયુના બે સાંસદોને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જેમાં એકને કેબિનેટ અને એક રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તે સિવાય કૃષિમંત્રી રાધામોહન સિંહના મંત્રાલયમાં પણ ફેરફાર થઇ શકે છે.

2

શિક્ષણ રાજ્યમંત્રી મહેન્દ્રનાથ પાંડેયને ઉત્તરપ્રદેશના બીજેપી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય રાજયમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ અમિત શાહના કહેવા પર રાજીનામું આપી દીધું છે. ગંગા સફાઇ મંત્રી ઉમા ભારતીએ ખરાબ તબિયતનું કારણ આપી રાજીનામું આપવાની ઓફર કરી છે. કલરાજ મિશ્રએ પણ રાજીનામું આપવાની ઓફર કરી છે.

3

મોદી કેબિનેટના વિસ્તારની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. મંત્રિમંડળનું વિસ્તરણ આવતીકાલે સાંજે છ વાગ્યે થઇ શકે છે. પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવી શકાય છે. આ લોકો પોતાના કામ રાજ્યમંત્રીને સોંપીને જોડાશે. જેટલી સંરક્ષણ મંત્રી પદ છોડશે.

4

ઉમા ભારતી, કલરાજ મિશ્રએ રાજીનામું આપવાની ઓફર કરી છે જ્યારે મહેન્દ્રનાથ પાંડેયને ઉત્તરપ્રદેશ બીજેપી અધ્યક્ષ બનાવ્યા બાદ તેઓ પણ રાજીનામું આપે તે નક્કી છે. એક અહેવાલ પ્રમાણે, આવતીકાલે મોદી કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. સુરેશ પ્રભુને રેલવે મંત્રી પદથી હટાવીને નીતિન ગડકરીને સુપર ટ્રાન્સપોર્ટ મંત્રી બનાવવામાં આવી શકે છે.

5

નવી દિલ્હીઃ મોદી કેબિનેટના વિસ્તરણના અહેવાલો વચ્ચે મોદી સરકારના સાત કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે, અને નિર્મલા સીતારામન, ફગ્ગન સિંહ કુલસ્તેનો સમાવેશ થાય છે. કેન્દ્રિય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી અને ફગ્ગન સિંહ કુલસ્તેએ રાજીનામું આપી દીધું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારમાંથી રાજીનામું આપનારા પ્રધાનોનો આંકડો પહોંચ્યો સાત પર, જાણો કોણે આપ્યા રાજીનામા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.