✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સર્જિકલ સ્ટ્રાઈક બાદ જમ્મુમાં મોટો આતંકવાદી હુમલો, બે અધિકારી સહિત 7 શહીદ થયા, 7 આતંકવાદી ઠાર મરાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2016 07:03 AM (IST)
1

આ હુમલાને નિષ્ફળ બનાવી દેવાયા હતા અને જવાબી કાર્યવાહીમાં બીએસએફે ત્રણ આતંકીને ઠાર મારી દીધા હતા. હુમલામાં બીએસએફના એક ડીઆઇજી રેન્કના અધિકારી બીએસ કસાના સહિત આઠ જવાનને ઇજા પહોંચી હતી. તેઓ આતંકીઓની લાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે લાશ સાથે બાંધેલો બોમ્બ ફાટ્યો હતો.

2

સેનાએ આશરે આઠ કલાકની જહેમત બાદ ચાર આતંકીઓને ઠાર મારી દીધા છે. જોકે, વધુ એક આતંકવાદી હજુ પણ છુપાયેલો હોવાની આશંકા છે. આ હુમલામાં સેનાના એક મેજર રેન્કના અધિકારી, એક જેસીઓ શહીદ થયા છે. આંતરરાષ્ટ્રીય સરહદે સાંબાના રામગઢ વિસ્તારમાં બીએસએફે ત્રણ આતંકવાદીઓને ઠાર મારી દીધા હતા. બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી અથડામણ ચાલી હતી. આતંકવાદીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિ બીએસએફની ચોકીને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

3

હુમલાને કારણે હાઇવે પરનો ટ્રાફિકની અવર-જવર બંધ કરી દેવાઇ હતી. જેના કારણે વૈષ્ણો દેવી જનારા હજારો શ્રદ્ધાળુઓને પણ અટકાવી દેવાયા હતા. આતંકીઓના હુમલામાં ઓફિસર્સ મેસમાં એક તબક્કે બંધક જેવી સ્થિતિ સર્જાઇ હતી. ૧૨ સૈનિકો, બે મહિલાઓ અને બે બાળકો ફસાઇ જતાં ભારે ખુવારીની આશંકા હતી. પરંતુ સેનાએ કુનેહપૂર્વક કામ લઇને તમામને બચાવી લીધા હતાં.

4

શસ્ત્રોથી સજ્જ ચારથી પાંચ આતંકવાદીઓએ મંગળવારે સવારે ૫:૩૦ કલાકની આસપાસ જમ્મુમાં ૧૬માં કોર વડામથક નાગરોટા નજીક સેનાની ૧૬૬ મીડિયમ આર્ટિલરી રેજિમેન્ટ પર ફિદાયીંન હુમલા કરીને આફિસર્સ મેસ પર કબજો મેળવી લીધો હતો. તેઓ શ્રીનગર તરફથી કોઇ વાહનમાં આવ્યા હતા.

5

આતંકીઓના એક જૂથે બીએસએફની ચોકી પર હુમલો કર્યો હતો અને તેની સાથે જ એક અન્ય જૂથે સરહદથી ફક્ત પંદરેક કિલોમીટર દૂર આવેલા નાગરોટા સ્થિત સેનાની ૧૬મી કોરના વડામથક નજીક આવેલાં રેજિમેન્ટ ઓફિસર્સ મેસને નિશાન બનાવી હતી. બીએસએફ અને સેનાએ આ બન્ને હુમલામાં સાત આતંકીઓને ઠાર મારી દીધા હતા. જોકે, તેમાં બે અધિકારી સહિત સાત જવાનો શહીદ થયા હતા અને બીએસએફના ડીઆઇજી રેન્કના અધિકારી સહિત આઠ જવાનને ઇજા પણ પહોંચી હતી.

6

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં એક આર્મી યૂનિટ પર સોમવારે આતંકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલામાં સેનાના બે અધિકારી અને પાંચ જવાન શહીદ થઈ ગયા. ઉપરાંત અન્ય એક સાંબા વિસ્તારમાં પણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની ગણવેશમાં આવેલ આતંકવાદીઓએ જમ્મુના બહારના વિસ્તાર નગરોટામાં સેનાના એક આર્ટિલરી યૂનિટ પર હુમલો કર્યો. બે સ્થળે કરવામાં આવેલા આ હુમલામાં સાત આતંકીઓને ઠાર મરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત પ્રત્યે વેરઝેરભર્યાં વલણ માટે જાણીતા કમાર જાવેદ બાજવાએ પાકિસ્તાની સૈન્યના નવા વડા તરીકે હોદ્દો સંભાળ્યો તે જ કલાકોમાં આ હુમલો કરવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સર્જિકલ સ્ટ્રાઈક બાદ જમ્મુમાં મોટો આતંકવાદી હુમલો, બે અધિકારી સહિત 7 શહીદ થયા, 7 આતંકવાદી ઠાર મરાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.