ભાજપના જ કદ્દાવર નેતાના PM મોદી પર પ્રહાર, કહ્યું- ટીવી એક્ટ્રેસને HRD મંત્રી બનાવવી કેટલું યોગ્ય છે?
પટનાઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. આ વખતે તેના નિશાના પર સ્મૃતિ ઈરાની છે. તેણે પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મંત્રી બનાવવા એ વડાપ્રધાનનો વિશેષાધીકાર છે, પરંતુ શું કોઈ ટીવી એક્ટ્રેસને સીધા માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી આપવી કેટલું યોગ્ય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટનામાં એબીપીના કાર્યકર્મમાં શત્રુઘ્ન સિન્હાએ ભાજપને પોતાની પાર્ટી ગણાવતા કહ્યું કે, તેઓ ક્યારેય ભાજપ વિરૂદ્ધ નથી બોલ્યા, આજે પણ પક્ષ વિરૂદ્ધ નથી બોલી રહ્યા, પરંતુ પક્ષને અરીસો બતાવી રહ્યા છે. તેમણે કહ્યું, સત્ય બોલતો રહ્યો છું અને બોલતો રહીશ.
‘બિહારી બાબૂ’ના નામથી જાણીતા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, રાહુલમાં ઘણાં ઓછા સમયમાં પરિપક્વતા આવી ગઈ છે, તેની પાસેથી અન્ય પાર્ટીના અધ્યક્ષોએ પણ શીખવું જોઈએ. તેમણે કહ્યું કે, હું શરૂથી જ ગાંધી પરિવારનો ફેન છું. હું જવાહરલાલ નેહરૂથી લઈને સોનિયા ગાંધી સુધીનો પ્રશંસક રહ્યો છું અને હવે રાહુલનો પણ ફેન છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -