માફિયા ડોન રવિ પુજારીએ કઈ મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો
ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ રવિ પુજારી ગેંગ તરફથી ધમકી મળી ચુકી છે. જિગ્નેશ મેવાણીને સતત બે દિવસ સુધી તેના ફોન પર રવિ પુજારીના નામે ધમકી મળી હતી. જેમાં તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: માફિયા ડોન રવિ પુજારીની ગેંગ તરફથી જેએનયૂની વિદ્યાર્થીની અને યુનિયનની પૂર્વ નેતા શેહલા રશીદને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ નેતા તેમજ દેશદ્રોહના કેસના આરોપી ઉમર ખાલિદ પર કથિત ફાયરિંગ બાદ શેહલા રશીદને આ ધમકી મળી છે. રવિ પુજારી ગેંગ વિરુદ્ધ કલમ 506 હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ દાખલ કર્યો છે. શેહલાએ કહ્યું કે, પુજારીએ તેને ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ ચૂપ રહેવાની ધમકી આપી છે.
શેહલા રશીદે ઉમર ખાલિદ પર કથિત હુલમાની ટીકા કરી હતી. ત્યાર બાદમાં તેને ધમકી મળવા લાગી હતી. શેહલાએ ટ્વિટર પર એક સ્કિ્નશોટ શેર કર્યો છે. જેમાં રવિ પુજારીએ લખ્યું છે કે, તારું મોઢું બંધ રાખ, નહીં તો અમે લોકો હંમેશ માટે તારું મોઢું બંધ કરી દઈશું. ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ આ વાત સમજાવી દેજે.
સોમવારે ઉમર ખાલિદ પર કોન્સટીટ્યૂશન ક્લબ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઉમરે જણાવ્યું હતું કે હુમલા વખતે તે પોતાના મિત્રો સાથે બહાર ચા પી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી આવીને તેની ગરદન પકડી લીધી હતી. તેને જમીન પર પટકી દેવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. મિત્રોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -