2019માં દિલ્હીમાં કોણ તેનો નિર્ણય અમે કરીશું, મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડી સરકાર બનાવશું: શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
શિવસેનાએ કહ્યું 2014ની રાજનીતિક દુર્ઘટના 20019માં નથી થાય. સત્તાનો નશો અમારા પર ક્યારેય નથી ચડ્યો અને ચડશે પણ નહી. દેશમાં આજે આપાતકાલ પૂર્વ પરિસ્થિતિ છે શું? એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં જવાનોની હત્યા થઈ રહી છે. બહુમતથી ચૂંટાયેલી સરકારનું ગળુ રાજધાની દિલ્લીમાં દબાવવામાં આવી રહ્યું છે. નોકરશાહનું આ પ્રકારનનું વલણ રહ્યું તો ચૂંટણી લડવી અને રાજ્ય ચલાવવુ મુશ્કેલ થશે.
શિવસેનાએ કહ્યું દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે તે શિવસેના નક્કી કરશે. થોડા દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાન માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સામનાના સંપાદકિય બાદ ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી.
મહારાષ્ટ્રમાં શિવસેના પોતાના દમ પર સરકાર બનાવશે અને દિલ્લીની ગાદી પર કોણ બેસશે, રાષ્ટ્રીય સ્તર પર આ નિર્ણય લેવાની તાકાત પણ શિવસેના જ કરશે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી ભાજપે 122, શિવસેનાએ 60, કૉંગ્રેસ 42 અને એનસીપીએ 41 બેઠકો મેળવી હતી. આ ચૂંટણી પર ભાજપ-શિવેસેના અલગ-અલગ લડ્યા હતી. કારણે કે ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બાદમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -