BJP માટે ‘અચ્છે દિન’ લાવવા છતાં વનવાસમાં છે ભગવાન રામઃ શિવસેના
રામ મંદિર નિર્માણની માંગ લઈને ધરણા પર બેઠેલા મહંત પરમહંસ દાસને પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને સ્વાસ્થ્ય સંબંધી કારણ દર્શાવીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. રામ મંદિર નિર્માણ માટે આંદોલન કરી રહેલા હિન્દુ કાર્યકર્તાઓને લઈ બીજેપી ક્યારથી ચિંતિત થવા લાગી છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવસેનાએ લેખમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મંદિરના મુખ્ય પૂજારીએ તાજેતરમાં જ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર જયશ્રી રામનો નારો આપે છે પરંતુ મંદિર નિર્માણ માટે એકપણ શબ્દ બોલતાં નથી. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી દરમિયાન એવું લાગતું હતું કે જો બીજેપી ચૂંટણી જીતી જશે તો સરળતાથી મંદિરનું નિર્માણ કરાવશે. પરંતુ સત્તારૂઢ પાર્ટીએ આ માટે અવાજ ઉઠાવનારા લોકોને જ પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.
આશરે ત્રણ દાયકા પહેલા ભગવાન રામના અનેક શ્રદ્ધાળુ પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. ત્યારથી બીજેપી તેનો લાભ લેતી ગઈ અને ત્યારથી તેની પાસે મજબૂત રાજકીય જનાદેશ છે. ભગવાન રામ બીજેપી માટે સારા દિવસો લઈને આવી પરંતુ ભગવાન ખુદ વનવાસમાં છે.
મુંબઈઃ જો અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો ભારતીય જનતા પાર્ટી જૂઠ્ઠી કહેવાશે અને તેણે સત્તા છોડવી પડશે તેમ શિવસેનાએ મંગળવારે કહ્યું હતું. પાર્ટીએ કહ્યું કે, ભગવાન રામ બીજેપી માટે અચ્છે દિન લઈને આવ્યા પરંતુ પાર્ટી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તેમનું મંદિર બનાવવાનો વાયદો પૂરો કરવામાં નિષ્ફળ રહી.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં તંત્રીલેખમાં લખ્યું છે કે, બીજેપી કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં સત્તામાં છે. તે સરળતાથી રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે નહીંતર તેને જૂઠ્ઠી માનવામાં આવશે. અને તેને સત્તા પણ છોડવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -