ઉપવાસના 12 દિવસે શિવસેનાએ હાર્દિકના આંદોલનને આપ્યું ખુલ્લુ સમર્થન, ઉદ્વવ ઠાકરેએ કરી પ્રેસ કૉન્ફરન્સ
અમદાવાદઃ ઉપવાસના 12માં દિવસે પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજકીય પક્ષ શિવસેનાએ સમર્થન જાહેર કર્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફી માટે સરકાર સામે ઉપવાસ પર બેઠો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપવાસ આંદોલનના 12 દિવસ થવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી પણ ભાજપ - કોંગ્રેસ આ મુદ્દે એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. ભાજપે હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિન્હા અને સાંસદ શત્રુઘ્ન સિન્હા હાર્દિકને તેના નિવાસ સ્થાને મળ્યા હતા, તેમને પણ હાર્દિકને ટેકો આપ્યો હતો. તેમને કહ્યું હાર્દિકના મુદ્દાઓ અને માંગોને દેશભરમાં લઇ જઇશું.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, હાર્દિકના ઉપવાસ આંદોલનમા અમે તેની સાથે છીએ, સાથે હાર્દિક પટેલને પારણાં કરી લેવા પણ વિનંતી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -