નાદાર જાહેર થયા શિવરાજના મંત્રી, બેંકે અખબારમાં આપી જાહેરાત, જાણો વિગત
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા નીકાળી રહ્યા છે. શિવરાજ આ પહેલા પણ આ પ્રકારની યાત્રા કાઢી ચુક્યા છે. શિવરાજ કેબિનેટ સમાચારમાં આવી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું.આ પહેલા પણ બાબાઓને મંત્રી પદનો દરજજો આપવાને લઈ શિવરાજ સરકાર સમાચારમાં ચમકી હતી.
રાજ્યમાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી શકે છે.આ પહેલા એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં શિવરાજ સરકાર ખરાબ રીતે હારી રહી હોવાનું સામે આવ્યું છે.
બેંક ઓફ બરોડાએ તેમને આ અંગે જાણ કરી હતી પરંતુ તેમ છતાં તેમણે ધ્યાન આપ્યું નહોતું. જે બાદ બેંકે અખબારમાં વિજ્ઞાપન આપી દીધી હતી. સુરેન્દ્ર પટવા રાજ્યમાં ભોજપુર વિધાનસભાથી ધારાસભ્યછે.
ઈંદોરઃ મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા ત્યાંથી બીજેપી માટે સારા સમાચાર આવી રહ્યા નથી. શિવરાજ કેબિનેટના મંત્રી સુરેન્દ્ર પટવાને બેંક ઓફ બરોડાએ નાદાર જાહેર કરી દીધા છે. તે રાજ્ય સરકારમાં સંસ્કૃતિ મંત્રી છે.