મોદીએ હારી ગયેલા ત્રણેય મુખ્યમંત્રીને બાજુ પર મૂકી દીધા, જાણો દિલ્લી બોલાવીને શું સોંપી જવાબદારી?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.
ભાજપના મહામંત્રી અરૂણ સિંહે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વસુંધરા રાજે રાજસ્થાનના રાજકારણમાંથી ખસવા તૈયાર નથી તે જોતાં આ નિમણૂકના મામલે વિવાદ થઈ શકે છે.
નવી દિલ્લીઃ ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ત્રણ માજી મુખ્યમંત્રીઓને રાજ્યના રાજકારણમાંથી દૂર કરીને તેમના સ્થાને યુવા નેતાગીરીને આગળ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યોમાંથી ખસેડીને દિલ્હી બોલાવી લેવાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -