Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શિવસેનાનો બીજેપીને ખુલ્લો પડકાર, કહ્યું- 'બહુ ઉપર ચઢવાની કોશિશ ના કરતા, નહીં તો ઉઠાવીને નીચે પટકી દેશું'
શિવસેનાના સાંસદ સંજય રાઉતે અમિત શાહના નિવેદનનો પલટવાર કરતાં ટ્વીટ કર્યુ કે, અમે ખોખલી ધમકીઓથી નથી ડરતાં, અમે વાઘ જેવું કલેજુ રાખીએ છીએ. આ બતાવવાનો સમય આવી ગયો છે. અમે અફઝલ ખાન અને ઔરંગઝેબને પણ પછાડી ચૂક્યા છે, એમાં કોઇ ભૂલ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ લોકસભા ચૂંટણી પહેલા એનડીએની જુની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર બીજેપી પર તંજ કસ્યો છે, શિવસેનાએ અપ્રત્યક્ષ રૂપે અમિત શાહના નિવેદનનો પલટવાર કરતાં કહ્યું કે, બહુ ઉંચે ના ચઢશો નહીં તો નીચે પટકી દેશું.
ઉલ્લેખનીય છે કે, શાહનું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એ નિવેદન બાદ આવ્યુ જેમા પાર્ટી કાર્યકર્તાને રાજ્યની 48માંથી 40 લોકસભા બેઠકો જીતવાનુ લક્ષ્ય નિર્ધારિત કરવાનું કહેવામાં આવ્યુ હતું.
શિવસેનાએ સોમવારે ઉદ્વવ ઠાકરેની તસવીર ટ્વીટ કરતાં લખ્યું 'યાલ અંગાવર તર ઘેઉ શિંગાવર...' એટલે કે 'ઉપર ચઢવાની કોશિશ કરશો તો શિંગડાથી ઉઠાવીને નીચે પટકી દેશું.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -