મહારાષ્ટ્રમાં BJPને ફટકો, શિવસેનાએ એકલા લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત
આજે શિવસેના નેતાઓની મળેલી બેઠકમાં એકલા ચૂંટણી લડવાની વાત કરવામાં આવી હતી. બીજેપી કહી રહ્યું છે કે તેઓ એકલા ચૂંટણી લડવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી પત્યા બાદ ઓક્ટોબર 2019માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ થયેલી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન રહે તેમ ઈચ્છે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનનો મોટો ફટકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એક વખત લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપને સીટને કોઈ નુકસાન ન થાય તે માટે શિવસેનાની નારાજગી કઈ રીતે દૂર કરી શકાય તેની સતત કોશિશ કરતું હતું.
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સાંસદોની બેઠકમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ એકલા ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. અમિત શાહે સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈ અમે સકારાત્મક છીએ, પરંતુ કંઈક ખોઈને અમે ગઠબંધન નહીં કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -