મહારાષ્ટ્ર: પેટા ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થનની કરી જાહેરાત
મુંબઈ: પાલઘર લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતાર્યા બાદ બાદ શિવસેનાએ સાંગલી જિલ્લાની પાલૂસ-કાડેગાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પાલૂસ-કડેગાવ બેઠક પર યોજનારી પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમને સમર્થન આપતા આ બેઠક પર પોતાનો ઉમેદવાર નહી ઉતારવાનું જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતરંગરાવ કદમના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. પાલૂસ કડેગાંવ વિધાનસભા બેઠક પર 28 મેના રોજ પેટાચૂંટણી યોજાશે. શિવસેના ઘણા સમય પહેલા જ ભાજપથી અલગ થવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો કે મહારાષ્ટ્રમાં હજી પણ શેવસેના ભાજપની સાથે સરકારમાં છે.
તો બીજી તરફ એનડીએના ઘટક તરીકે ભાજપે શિવસેનાના આ પગલાની આકરી નિંદા કરી છે. કોંગ્રેસના કડેગાવ વિધાનસભા બેઠક પર વિશ્વજીત કદમને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. વિશ્વજીત કોંગ્રેસ નેતા મરહૂમ પતંગરાવ કદમના દિકરા છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે પોતાનું નિવેદન આપતા કહ્યું કે પતંગરાવ કદમ સમાજ અને શિક્ષાના ક્ષેત્રમાં કામ કરનારા નેતા હતા, એવામાં શિવસેના કડેગાવમાં નિર્વિરોધ ચૂંટણી ઇચ્છતી હતી પરંતુ એમ થઇ શક્યું નહીં. હવે શિવસેનાએ પાલૂસ-કડેગાવ બેઠક પર ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -