બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ચંપલ ફેંકાયું, યુવકની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2018 03:42 PM (IST)
1
કહેવામાં આવી રહ્યું છે કે ચંપલ ફેકવાની ઘટના અનામતના વિરોધમાં કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું થછે ચંપલ ફેકનારો યુવક સવર્ણ સેનાનો કાર્યકર્તા છે.
2
પટના પોલીસે આ મામલે ચંદન નામના એક યુવકની ધરપકડ કરી છે. આ ઘટના બાદ કાર્યક્રમમાં થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે યુવકને પકડીને કાર્યક્રમના સ્થળ પરથી દૂર કર્યો હતો. આ ઘટના બાપૂ સભાગાર કાર્યક્રમ દરમિયાન બની હતી. ધરપકડ કરાયેલો યુવક ચંદન ઔરંગાબાદનો રહેવાસી છે.
3
પટના: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગુરૂવારે પટનામાં ચંપલ ફેંકવામાં આવ્યું હતું. નીતીશ કુમાર પર આ હુમલો યુવા જનતા દળ યૂના કાર્યક્રમમાં થયો હતો. મુખ્યમંત્રી પર એક યુવકે ચંપલ ફેકી હતી. કાર્યક્રમમાં સામેલ થવા આવેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર પર એક યુવકે ચંપલ ફેંક્યું હતું. પરંતુ ચંપલ મંચ સુધી પહોંચ્યું ન હતું.