શોલેના આ જાણીતા એક્ટરનું થયું નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Apr 2018 07:29 AM (IST)

1
રાજકિશોરે પડોસન, દીવાર, રામ ઔર શ્યામ, હરે રામા હરે કૃષ્ણા, પતંગા, કરિશ્મા કુદરત કા, આસમામ,બોમ્બે ટુ ગોવા,તહેલકા, શહજાદી, ફરિશ્તે, એક નયા રિશ્તા, મારધાડ, કાલા ધંધા ગોરે લોગ, તન બદન અને મિસ્ટર એન્ડ મિસિઝ ખિલાડી જેવી ફિલ્મોમાં કામ કર્યું.
2
રાજકિશોરે અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું, જેમાં શોલે પણ સામેલ છે. શોલેના એક સીનથી તેઓ ઘણા લોકપ્રિય થયા હતા. એ સીનમાં તે જેલર બનેલા અસરાનીની આંખથી આંખ મિલાવતા નજરે પડે છે.
3
નવી દિલ્હીઃ ફિલ્મ શોલેથી પોતાની ઓળખ બનાવનાર ફિલ્મ અભિનેતા રાજકિશોરનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તે 85 વર્ષના હતા. રાજકિશોરને ગુરુવારે રાત્રે 1.30 કલાકે મુંબઈ સ્થિત તેના ઘરે અંતિમ શ્વાસ લીધા.