શું મોદી-ઇમરાન ખાનની આગામી મહિને થશે મુલાકાત ? જાણો વિગત
ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત નહીં થાય. પીએમ મોદી જૂનમાં ચિંગદાઓમાં રાષ્ટ્રપ્રમુખોના એસસીઓ સંમેલનમાં હિસ્સો લઈ ચુક્યા છે. તેથી સપ્ટેમ્બરમાં થનારા કાર્યક્રમમાં ભારત વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિસ્સો લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇમરાન ખાનને ફોન કરીને અભિનંદન આપવાનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, તેનાથી દ્વિપક્ષીય ચર્ચાનો માર્ગ ખુલી શકે છે.
પાકિસ્તાનના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ સંબંધો સુધારવા માટે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને વાત કરવી પડશે. પરસ્પર વાતચીતથી કોઈ શરત નહીં હોય. પાકિસ્તાનમાં નવી સરકારની સાથે સાર્ક શિખર સંમેલન આયોજિત કરવા માટે ઇસ્લામાબાદ વિશ્વનો નવો મંચ છે.
પાકિસ્તાનના સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે, તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં સપ્ટેમબર મહિનાના અંતમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન (SCO)માં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પ્રથમ મુલાકાત થવાની આશા છે.
લાહોરઃ પાકિસ્તાન તહેરીક-એ-ઈંસાફના ચીફ ઈમરાન ખાને શનિવારે 22માં વડાપ્રધાન તરીકે શફથ લીધા હતા. ઈમરાન ખાનની સરકાર શાંતિ, વિકાસ અને પડોશીઓ સાથે સારા સંબંધ જેવી બાબતો પર વાતચીત કરશે. ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની સરકાર કાશ્મીર જેવા સંવદેનશીલ મુદ્દાનો પણ ઉકેલ લાવવા કોશિશ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -