ભારતીય નૌસેનામાં પ્રથમ મહિલા પાયલટ બની ઉત્તરપ્રદેશની શુભાંગી, ત્રણ મહિલા NAI અધિકારી
શુભાંગીને હૈદરાબાદમાં વાયુ સેના એકેડમીમાં પ્રશિક્ષણ આપવામાં આવશે, જ્યાં સેના, નૌસેના અને વાયુ સેનાને પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમાંડર વોરિયરએ કહ્યું કે, તમામ ચારેય મહિલા અધિકારીઓને ફરજ પર તહેનાત કરતા પહેલા તેની પસંદગીની બ્રાંચમાં તેમને તાલીમ આપવામાં આવશે.
દક્ષિણ નેવલ પ્રવક્તા કમાંડર શ્રીધર વોરિયરએ જણાવ્યું કે, આમ તો શુભાંગી નૌસેનામાં પ્રથમ મહિલા પાયલટ છે પરંતુ નૌસેના એવિએશન બ્રાંચમાં પહેલા પણ વાયુ યાતાયાત નિયંત્રણ અધિકારી અને વિમાનમાં અધિકારી તરીકે મહિલાઓ કામ કરી ચૂકી છે.
ચારેય મહિલાઓએ એક કાર્યક્રમમાં એઝીમાલા નૌસેના એકેડેમીમાં નેવલ ઓરિયન્ટેશન કોર્સ પાસ કર્યા બાદ પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો. સમારોહમાં નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા પણ હાજર રહ્યા હતા.
નવી દિલ્લી: ભારતીય નૌકાદળમાં પ્રથમ વખત મહિલા પાયલટની નિમણૂંક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની શુભાંગી સ્વરૂપ ટૂંક સમયમાં મેરીટાઈમ રિકોનકોયસન્સ વિમાન ઉડાવતી નજર આવશે. તેના સિવાય નવી દિલ્લીની આસ્થા સેગલ, પોંડીચેરીની રૂપા અને કેરળની શક્તિ માયા એસને નૌસેનાની નેવલ આર્મામેંટ ઈંસ્પેક્ટોરેટ(NAI) બ્રાંચમાં દેશની પ્રથમ મહિલા અધિકારી બનવાનો યશ પ્રાત્પ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -